Thursday, 6 February 2014

કળીયુગમાં સીતાની અગ્નિપરીક્ષા, પ્રેમીએ પ્રેમિકાની લીધી અનેક કસોટી

કળીયુગમાં સીતાની અગ્નિપરીક્ષા, પ્રેમીએ પ્રેમિકાની લીધી અનેક કસોટી

કળીયુગમાં સીતાની અગ્નિપરીક્ષા, પ્રેમીએ પ્રેમિકાની લીધી અનેક કસોટી

Raghavji Madhad | Jan 15, 2014, 19:26PM IST
1 of 6 Photos
- અગ્નિપરીક્ષા લેવાનું રહેવા દે
- ઉષ્મા અને નિખિલ જીવનના એક પડાવ પર આવીને ઊભાં છે. અહીંથી પાછા વળવું, આગળ વધવું કે સાથે ચાલવું તે એક કોયડો છે. મીઠી અને મહત્ત્વની મૂંઝવણ સતાવી રહી છે


પહેલેથી જ પરીક્ષા સાથે બાપ માર્યા વેર છે. નથી ગમતી છતાંય આપવી પડે છે. તેમાંથી પસાર થવું પડે છે. તેમાં નિખિલ આ જીવનની પરીક્ષા લેવા બેઠો. ઉષ્માએ તમતમતા સ્વરે સંભળાવી દીધું: 'ડગલે ને પગલે પરીક્ષા જ. જીવવા માટે પણ પરીક્ષા’ શ્વાસ ઘૂંટીને બોલી: 'હું સીતા નથી તે અગ્નિપરીક્ષામાંથી પસાર થાઉં’ નિખિલ ઉષ્માના આક્રોશને ટાળી કે વાળી શક્યો નહીં.

ઉષ્માને ચાનક ચઢયું, તે આંખો કાઢીને બોલી: 'તું ક્યાં શ્રીરામ છો તે અિગ્નપરીક્ષા લેવા બેઠો’ વેધક સવાલથી મુલાયમ વાતાવરણમાં ઊભા ચીરા પડી ગયા. ઉષ્મા અને નિખિલ જીવનના એક પડાવ પર આવીને ઊભાં છે. અહીંથી પાછા વળવું, આગળ વધવું કે સાથે ચાલવું તે એક કોયડો છે. મીઠી અને મહત્ત્વની મૂંઝવણ સતાવી રહી છે. આંખ ઊઘડે ત્યારથી આંખ બંધ થાય ત્યાં સુધી પ્રત્યેક પળે ને પગલે પરીક્ષામાંથી પસાર થવાનું. વળી પાસ-નાપાસ પછીનું ચિત્ર જ જુદું. જિંદગી જ બદલાઇ જાય.

ઉષ્મા બે ડગલાં સામે ચાલી. પછી દાહક સ્વરે બોલી: 'કસોટીમાંથી પાસ થયા પછી હું તારી હોઇશ એમ માનવાને કોઇ કારણ નથી. નાપાસ થઇશ તો તારા દિલમાંથી નીકળીશ, દિમાગમાંથી નહીં.’ નિખિલને ધ્રુજારી આવી ગઇ. તે આદતથી મજબૂર છે. તેણે એક વખત તેના ફ્રેન્ડને કહ્યું હતું કે તું ઉષ્માને પ્રપોઝ કર. જોઇએ શું થાય છે? આ કસોટીમાં ઉષ્મા પૂર્ણ પાસ થઇ હતી.

તેણે બેધડક કહી દીધું હતું કે, 'એક પગલામાં બીજા કોઇનાં પગલાં પડે એવું હું ઇચ્છતી નથી.’ અહીં નિખિલ જીતીને પણ હારી ગયો હતો. ઉષ્માને આમ ખરાઇ કર્યાની ખબર પડી ત્યારે દુ:ખી થઇ ગઇ હતી. એકસાથે મોં પર ફટકારી દેવાનું મન થઇ આવ્યું હતું: 'મારી કસોટી કરનારો તું કોણ. તને કોણે આવો અધિકાર આપ્યો?’ પણ ગમ ગળી ગઇ હતી. છતાંય સહેવાયું નહીં એટલે કહેવાયું હતું: 'તારી આ ટેવ સારી નથી...’ ઘણાને આવી કસોટી કરવાની ટેવ હોય છે. પણ ઝેરનાં પારખાં ન કરાય.
નિખિલને પોતાની ભૂલ સમજાય. સામેના પાત્રની ખરાઇ કરતાં પહેલાં પોતાની ખરાઇ કરવી પડે. ગટરમાં પગ રાખી, ગંગાજળની અપેક્ષા રાખી ન શકાય. વાત વણસી જાય તેમ હતી. તેથી નિખિલે કહ્યું: 'હું નીકળું છું, પછી મળીશું.’ નિખિલ ગયો. ઉષ્મા એમ જ ઊભી રહી. થયું કે કેવો છે આ સંબંધ, રડતાં-રડતાં હસી પડાય અને હસતાં હસતાં રડી પડાય. ઉષ્મા ઘેર આવી. આજે તેનું ચિત્ત ચકરાવે ચઢયું છે. નિખિલ તો નિમિત્ત છે પણ પાયામાં પરીક્ષા છે. પોતાને એમ.બી.બી.એસ. થવું હતું પણ મેરિટ ઓછું પડયું ને ફિઝિયોથેરપીમાં એડમિશન લેવું પડયું. લક્ષ પ્રાપ્તિ માટે પરીક્ષામાંથી પસાર થવું પડે. લક્ષ વગરની જિંદગી સઢ કે સુકાની વગરના વહાણ જેવી હોય છે.

પરીક્ષા એ સમસ્યા નથી પણ એક પડકાર છે. તેને પહોંચી વળવા પુરુષાર્થ કરવો પડે. દરેકમાં આવું સામથ્ર્ય હોય છે માત્ર તેને સમજી, વિચારી બહાર લાવી સજ્જ કરવું પડે. ખરા સમયે તમારી સજ્જતા ખપ ન લાગે ત્યારે આવું બનતું હોય છે. એકાદ ટકા કે પોઇન્ટનો ફેર રહી જાય. ઘોડાની રેસમાં માત્ર કાનસૂરીનો જ ફેર રહેતો હોય છે. નિખિલ કશું બોલે, તે પહેલાં જ ઉષ્મા તાડૂકી ઊઠી હતી: 'સીતાની પરીક્ષા પછી શ્રીરામ શું પામ્યા?’ નિખિલને વાત વાતમાં ખરાઇ કરવાની ટેવ છે. તે દિલ કરતાં દિમાગને વધુ અનુસરે છે. અહીં બે વાત સમાંતર ચાલે છે. એક કારકિર્દી માટેની પરીક્ષા અને બીજી જીવનની પરીક્ષા.


કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ સ્માર્ટ સજ્જતા સામે ભલભલી પરીક્ષા ભૂ પીએ છે. તો સવાલ થાય કે ઉષ્માની મહેનત અન્ય કરતાં ઓછી પડી. પણ એવું નથી. તેની તૈયારી બરાબર જ હતી. પણ સમયની મર્યાદામાં રહી પરીક્ષામાં આવડે તેટલું બોલાઇ, લખાઇ કે ઓકાઇ જવું જોઇએ. અભિવ્યક્તિ અગત્યની હોય છે. ઘણા પરીક્ષાર્થીઓ આમ કરવા માહેર હોય છે. ધાર્યું ને સારું પરિણામ લાવી શકતા હોય છે. બે દિવસ એમ જ પસાર થઇ ગયા. બંનેમાંથી કોઇએ સંપર્ક કરવાનો પ્રયત્ન ન કર્યો.

નિખિલની આવી ટેવ સામે ઉષ્માને સખત નફરત હતી. તે અિગ્નની જેમ મનોમન સળગતી રહી પણ નિખિલથી રહેવાયું નહીં એટલે મિસ્ડકોલ કર્યો. ત્યાં તુરંત જ ઉષ્માએ ફોનમાં આક્રોશ સાથે કહ્યું: 'તારા મિસ્ડકોલનો જવાબ આપું છું કે નહીં તે ખરાઇ કરવા ફોન કર્યો છે ને’ નિખિલ સમસમીને અબોલ રહ્યો: 'કેમ બોલતો બંધ થઇ ગયો. બોલ ને’ પછી કહે: 'બોલવા જેવું રાખ્યું હોય તો બોલાય ને’ નિખિલ ઉષ્માને બરાબર સમજે છે. તેનો સ્વભાવ આવો કેમ થઇ ગયો તે જાણે છે. તેથી અબોલ રહેવામાં જ શાણપણ સમજાયું. સંબંધના હાઇવે પર સામેની લાઇટ ફુલ હોય તો આપણે આપણી લાઇટ ડીમ કરી દેવી પડે. નહીંતર અકસ્માત સર્જા‍તા વાર ન લાગે.
નિખિલને એમ.બી.બી.એસ. પૂર્ણ થઇ ગયું છે. જ્યારે ઉષ્માને ઇન્ટર્નશિપ ચાલે છે. બંને એક જ શહેરમાં છે. સરળતાથી મળી શકાય તેવી સ્થિતિ ને સંજોગો છે. પણ નાવ કાંઠે પહોંચવા આવે ને ડામાડોળ થવા લાગે તેવું બંને વચ્ચે થવા લાગ્યું છે. નિખિલ પોતાની મર્યાદાને સ્વીકારે છે પણ ઉષ્માને સમજાવી શકતો નથી કે જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા થવાની, પ્રત્યેક પળ તમારી સામે પડકાર ફેંકીને ઊભી રહેશે. જેને વિહરવું છે, વિકસવું છે તેના માટે તો પડકારને પહોંચી વળવાનો પ્રયાસ કરતાં રહેવાનું હોય છે. આ બધું જીવંત માણસો માટે હોય છે.
કળીયુગમાં સીતાની અગ્નિપરીક્ષા, પ્રેમીએ પ્રેમિકાની લીધી અનેક કસોટી
હવે મળવું નથી. સમય પસાર થાય અને ભુલાય તો ભૂલી જવું છે. નિખિલ તો જીવનભર આવાં પારખાં કરતો રહેવાનો. મારે હવે કોઇ પરીક્ષામાં પાસ, નાપાસ કે પસાર થવું નથી. આવું મનોમન ઉષ્માએ નક્કી કરી લીધું છતાંય નિખિલ જે સમયે જે રસ્તા પર નીકળે છે ત્યાં ઉષ્મા ચાલી. રેડ સિગ્નલ હોવાથી ઊભી રહી ત્યાં બાજુમાં બાઇક પર નિખિલ હતો. તે પણ ઉષ્માની જેમ જ પ્રતીક્ષામાં પસાર થઇ રહ્યો હતો. પછી તો હોઠ નહીં, હૈયું બોલવા લાગ્યું હતું. સાંજે એક રેસ્ટોરન્ટમાં મળ્યાં. ઠંડીના લીધે બંનેએ ચૂપ રહીને સૂપ પીધો. કોણ ક્યાંથી શરૂઆત કરે તે સવાલ હતો.


છેવટે ઉષ્માએ અબોલતામાં આંગળી બોળીને કહ્યું: 'નિખિલ, મને એક સવાલનો જવાબ આપ’ સામે નિખિલ સતર્ક થઇ ગયો. 'જેમ તું મારી કસોટી લે છે એમ હું પણ તારી કસોટી લઇ શકું ને?’ નિખિલને હા પાડયા વગર છૂટકો નહોતો. 'ધારો કે હું તારી તમામ કસોટીમાં પાસ થઇ ગઇ પણ તું મારી કસોટીમાં નાપાસ થઇશ તો...?’ નિખિલ માટે આ સાવ અણધાર્યો સવાલ હતો. તે સડક થઇ ગયો. તેને બરાબરનું અડી ગયું હતું. ઉષ્મા નિખિલ સામે જોતી રહી. તેના મનમાં કશુંક વીરડાની જેમ ઊભરવા લાગ્યું. ક્ષણભરમાં છલોછલ છલકાઇ ગયું. પછી તૃપ્તિનો ઓડકાર લઇને કહે: 'નિખિલ આપણે મેડિકલના માણસ છીએ. કપડાં નીચે માણસ કેવો હોય તે જાણીએ છીએ, સમજ્યો’ નિખિલ અવાક થઇ ઉષ્મા સામે તાકી રહ્યો. તે મોં મરકાવીને બોલી: 'માટે ભલો થઇ આમ પારખાં કરવાં કે પરીક્ષા લેવાનું છોડી દે ને, છે એમ સાથે જીવીએ’


Wednesday, 5 February 2014

લાખ વિરોધાભાસ લઈને આવું છું એક ઈશારો ખાસ લઈને આવું છું

લાખ વિરોધાભાસ લઈને આવું છું
એક ઈશારો ખાસ લઈને આવું છું

મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે
અમૃતની કડવાસ લઈને આવું છું

પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ
એક નવું આકાશ લઈને આવું છું.

ઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર
હું તો શ્રાવણ માસ લઈને આવું છું

ફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ,
ચાર ઉછીના શ્વાસ લઈને આવું છું.

નોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય
એની એ જ તલાશ લઈને આવું છું.

અધૂરા વાયદાઓની તને ફરિયાદ કરવી છે, સૂણો જો ધ્યાન દઈને તો હૃદયની વાત કરવી છે

અધૂરા વાયદાઓની તને ફરિયાદ કરવી છે,
સૂણો જો ધ્યાન દઈને તો હૃદયની વાત કરવી છે.

કરી છે લાખ ક્ષતિઓ અમે અણજાણતા રહીને,
કરો જો માફ તો ગુન્હાતણી કબૂલાત કરવી છે.

સાથે કશું કોઈ જીવનમાં લઈ નથી જાતું-
કરે સૌ યાદ સદા એવી મુલાકાત કરવી છે.

અમારી ચેષ્ટાઓને ભલે સમજી શક્યું ના કોઈ-
અમારે તો મધુરા પ્રેમની ખૈરાત કરવી છે.

નવા સંબંધની વાતો હવે કરવી નથી અહિંયાં,
વિયોગ તણી ઘડિયો ફરીથી યાદ કરવી છે.